ભ્રષ્ટાચાર ભયો ભયંકર ?: નવારતનપરમાં સરપંચ ગૌતમ બારૈયાએ બનાવેલા અવેડા છ મહિનામાં જર્જરીત થઈ ગયા : બ્લોક ઉખડી લાગ્યા, પ્લાતર ખરવા લાગ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામની પંચાયત બોડીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે તનાતની ચાલી રહી છે ત્યારે સરપંચ ગૌતમ બારૈયાએ ગામમાં વિકાસના કાર્યો અંતર્ગત બનાવેલા બે અવેડા માત્ર છ મહિનાના સમયગાળામાં જર્જરીત થઈ ગયા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.


આ અંગે ચર્ચાથી વિગતો અનુસાર ગામના પાટ તળાવ પાસે તેમજ કૃષ્ણપરા ચોકડી પાસે બનાવેલા બંને અવેડામાં બાંધકામના નિયમ અનુસાર કામ થયું નહીં હોવાને કારણે અચાનક જ તેની બાજુમાં નાખેલા બ્લોક ઉખડી જવાની હાલતમાં આવી ગયા છે એટલું જ નહીં અવેડા ની દીવાલો પણ ખરી રહી છે. કેટલોક ભાગ તો ઉખડી પણ ગયો છે. સ્થળ પર જોનારાઓનું અને તેની સાધર્મિક તસવીરો ખેંચનારાઓનું કહેવું એમ થાય છે કે આ અવેડા બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે. કારણ કે –

નહિતર આટલા ઓછા સમયમાં અવેડા આટલા જર્ચરિત બની જાય નહીં. આ અંગે પૂછતાં સરપંચ ગૌતમ બારૈયાએ જણાવ્યું કે અવેડા અંગે આવી કેટલીક ફરિયાદ આવી છે અને અવેડા બનાવનારે જે કંઈ ભૂલ કરી છે તે અંગે અમે અમારા લેવલની તપાસ કરી કરાવી રહ્યા છીએ. આના અનુસંધાનમાં પ્રાપ્ત થયેલી કેટલીક તસ્વીરો પણ એ વાતની ગવાહી પૂરી રહી છે કે અવેડા ખરેખર જર્જરીત થઈ ગયા છે. સરપંચ આ અંગે યોગ્ય તપાસ નહીં કરે તો તેના પર ભ્રષ્ટાચારના આક્ષેપો આવવાની પૂરતી સંભાવના છે. તાલુકા અથવા જિલ્લા કક્ષાએથી પેમેન્ટ ટલ્લે છે તો બીજી અનેક બાબતો ટલ્લે ચડી શકે છે. સરપંચનું અવેડાનું પેમેન્ટ અટકાવવાની માંગ દિવસે દિવસે પ્રબળ બની રહી છે તેમ જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *