૭૭મા ગણતંત્ર દિવસે ભાવનગર સર ટી હોસ્પિટલ બાળ આરોગ્ય વિભાગના NICU ને “Best Running ICU” તરીકે પ્રતિષ્ઠિત પુરસ્કાર

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગમાં /01/2026 અને ૭૭મા ગણતંત્ર દિવસના શુભ અવસરે, સર ટી હોસ્પિટલ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગરના પિડિયાટ્રિક્સ વિભાગના NICU ને “Best Running ICU” તરીકે પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન આપનાર ભાવનગર મેડિકલ કોલેજ ડિન ડૉ. ચિનમય શાહ, અધિક ડીન ડો. અમિત પરમાર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.અશોક વાળા અને વડા , પલ્મોનરી મેડિસિન વિભાગ ડૉ.જીજ્ઞાબેન દવે, આર.એમ.ઓ. ડો. તુષાર આદેશરાનો
બાળ વિભાગ વતી એચઓડી ડો. મેહુલ ગોસાઈએ આભાર માન્યો છે. પ્રોફેસર અને વિભાગીય વડા ડૉ. મેહુલ ગોસાઈએ જણાવ્યું કે આ પુરસ્કાર અમારી NICU ટીમની અવિરત મહેનત, સમર્પણ, ટીમવર્ક અને નવજાત શિશુઓની ઉત્તમ સારવાર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ સન્માન બદલ ડૉ. અરવિંદ કુચા (એસોસિયેટ પ્રોફેસર અને NICU ઇન્ચાર્જ), ડો. આનંદ ઘોઘાવાળા (નવજાત શિશુ હૃદય રોગ નિષ્ણાંત), ડો. કાજલ પુરોહિત(DEIC બાળ આરોગ્ય નિષ્ણાંત), ડૉ. ડિમ્પલ પટેલ (એસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. શિપ્રા અગ્રવાલ (એસિસ્ટન્ટ પ્રોફેસર), ડો. આરાધનાબા ગોહિલ (SR – NICU), ડૉ. સંગીતાબેન કોડિયાતર (મેડિકલ ઓફિસર – NICU), ડૉ. ગણેશ બારૈયા (મેડિકલ ઓફિસર – NICU), દિલીપભાઈ પટેલ (નર્સિંગ હેડ – NICU), વિભાબેન (નર્સિંગ સ્ટાફ – NICU), અલ્પાબેન (પેરામેડિકલ સ્ટાફ – NICU) અને NICUના તમામ રેસિડેન્ટ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા સહાયક સ્ટાફની સમગ્ર ટીમ પ્રતિ અભિનંદનવર્ષા થઈ રહી છે.

આ સિદ્ધિ સમાજને કરુણાભર્યું, ગુણવત્તાસભર અને ઉત્તમ સ્તર ની તાજા જન્મેલા નવજાત શિશુઓ ને સારવાર પ્રદાન કરવાના બાળ વિભાગના સંયુક્ત મિશનને પ્રતિબિંબિત કરે છે. NICUની અને બાળ આરોગ્ય વિભાગની અમારી સમગ્ર ટીમ, સર ટી. હોસ્પિટલ અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગર માટે 2026નો ગણતંત્ર દિવસ ખૂબ જ મહત્ત્વનો, યાદગાર અને ગૌરવપૂર્ણ બની રહ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *