કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે મેડીકલ સાઘન સેવા સહાય સેન્ટરનો પ્રારંભ

મૂકેશ પંડીત, કુંકાવાવ

કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે મેડીકલ સાઘન સેવા સહાય સેન્ટરનો પ્રારંભ થયો છે. સમાજમાં શારીરિક બિમારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, તેવા સમયે ગ્રામીણ લોકોને સ્થાનિક. લેવલે જરૂરી સગવડો મળી રહે, તેવી ભાવનાથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, બગસરાના વતની હિતેશભાઈ પ્રવીણચંદ્ર દેસાઈ પરીવાર મુંબઈના આર્થિક સહયોગથી સ્વ. વસુમતીબેન પ્રવીણચંદ્ર દેસાઈના સ્મરણાર્થે, અન્નપૂર્ણા મિત્ર મંડળ નાઝાપુર દ્રારા તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ, એક વિનામૂલ્યે મેડીકલ સાઘન સહાય સેન્ટર નો શુભારંભ કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ૧૪ પ્રકારના સાધનો લોકો ની સેવાર્થે રાખવામાં આવેલ. આ અંતરીયાળ ગામ માં આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે, આ ગામના સેવાભાવી નાગરિકો અને આ ગામની પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય મધુભાઈ ભુવાએ જહેમત ઊઠાવી હતી. આ સહાયનો નાજાપુર ગામને લાભ મળ્યાનું રમેશભાઈ રાઠોડ અને દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *