વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૭
ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલ રામદાસ આશ્રમ ખાતે એક જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે. તા.28-2-26 સાંજ થી તા.10-3-2026 સાંજ સુધી પ.પૂજય સ્વામિ નિત્યનિષ્ઠાનંન્દજી સરસ્વતી, રાજકોટ દ્વારા સવારે 7.15 થી 8.15 કલાક સુધી કૈવલ્ય ઉપનિષદ અને સાંજે 6.15 થી 7.15 કલાક સુધી નારદ ભકિત દર્શન પર પોતાનુ પ્રવચન આપશે. ભાવનગરની ધર્મપ્રેમી જનતાને જ્ઞાનયજ્ઞનો લાભ લેવા રામદાસ આશ્રમ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લેવા જણાવાયું છે.
