જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬
ખંભાળિયા પીજીવીસીએલના રામનગર સબ ડિવિઝનના સેવાભાવી અધિકારીઓ, કર્મચારીઓએ નવતર અભિગમ અપનાવીને દ્વારકા જતા યાત્રિકોને સેવાઓ આપી હતી.
હાલ હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને ટાઢક થાય તે હેતુથી રામનગર સબ ડિવિઝનના સ્ટાફ દ્વારા આઈસ્ક્રીમ અને ચોકલેટ લઈને દ્વારકા માર્ગ પર વિતરણ કરી, આનંદ સાથે આસ્થા વ્યક્ત કરી હતી. રામનગર પીજીવીસીએલ ટીમની આ સેવા પ્રવૃત્તિ આવકારદાયક અને પ્રેરણારૂપ બની રહી છે.


