Headlines

પ્રામાણિક અધિકારી તરીકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાનું સન્માન કરતાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી

હરેશ જોષી, ચોટીલા

તા.૨૫/૧/૨૦૨૫ ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તેમજ SDM તરીકે શ્રી એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી. એમણે સવા વરસમાં જે સપાટો બોલાવ્યો એ જોઈને કોઈપણ સામાન્ય નાગરિક અને સજ્જન માણસ રાજી થાય અને જે લોકોને ખોટું કરીને રુપિયા કમાવા છે એવા તમામ માણસો દુઃખી થાય એવું થયું છે.
એચ.ટી. મકવાણા પાસે ચોટીલા, થાન અને મૂળી એમ ત્રણ તાલુકાનો ચાર્જ છે. એમના હાથ નીચે ત્રણ મામલતદાર , ચાર પોલિસ સ્ટેશન આવે છે.
એમણે માત્ર સવા વરસમાં કરેલાં કાર્યોની ટૂંકમાં યાદી કરીએ તો ચોટીલા તાલુકાની ૪૫૦ ગેરકાયદેસર દુકાન, થાનગઢની ૨૫૦ ગેરકાયદેસર દુકાન અને મૂળીની ૩૬ ગેરકાયદેસર દુકાન મળીને કુલ ૭૩૬ દુકાનો તોડી પાડી છે. એમણે બાયોડીઝલ વેચતી ૧૫ હોટલોને સીલ કરી છે. જેમાં લોકોએ પેશકદમી કરી હોય એવી કુલ ૧૬૦૦ એકર સરકારી જમીન એમણે ખૂલ્લી કરી આપી છે. આવું તો ઘણું લખી શકાય એમ છે ટૂંકમાં આ ઈમાનદાર અધિકારી જો આંખ આડા કાન કરે તો દર મહીને ત્રણ કરોડનો હપ્તો મળે એમ હતો પણ એમણે જગદીશ ત્રિવેદીને રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પેટમાં હરામનો એક કણ પણ જાય તો એ મારા જીવનનો અંતિમ દીવસ હોય.
જાણીતા હાસ્યકલાકાર , લેખક અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીએ આજે ચોટીલા એમની ઓફિસમાં જઈને એમનું શાલ ઓઢાડી સન્માન કર્યુ અને પુષ્પગુચ્છ આપ્યો ત્યારે એમને એક સંતને મળ્યા જેટલો સંતોષ થયો હતો.
લાખ લાખ અભિનંદન છે આવા પ્રામાણિક અધિકારીને અને
લાખ લાખ અભિનંદન છે એમના માતાપિતાને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *