Headlines

પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા  ચેટીચંદની ભવ્ય ઉજવણી 

વિપુલ હિરાણી 

 ભાવનગર તા.૨૦

ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ સવારે ૬ કલાકે મહા અભિષેક કરવામાં આવ્યું , પંજડા ,પલ્લવ , ભજન કિર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા , સવારે ૭ કલાકે શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે સિંધી સમાજ દ્વારા પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ સવારે ૧૦ કલાકે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી જેમાં ઝુલેલાલ મંદિર થી લઈને બાયપાસ રોડ, બાપા સીતારામ ચોક, બસ સ્ટેન્ડ, ભૈરવનાથ ચોક, મેઈન બજાર, તળેટી રોડ, થઇને ઝુલેલાલ મંદિર માં શોભાયાત્રા પૂર્ણાહતી કરવામાં આવી જેમાં ઠેર ઠેર પ્રસાદી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજ ના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા , સાંજે ૭ કલાકે મહાઆરતી કરવામાં આવી અને સર્વ સમાજ માટે મહાપ્રસાદ નું આયોજન કારવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *