Headlines

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પરના ઢાળિયાઓ સુવ્યવસ્થિત કરવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬

       ખંભાળિયા તાલુકાના વાડીનારથી કુરંગા સુધી તાજેતરમાં નેશનલ હાઈવેનું નિર્માણ થવા પામ્યું છે. અહીં સર્વિસ રોડ, રાજમાર્ગ અને ગામમાં જતા રસ્તાઓને જોડવામાં આવે છે, તે સ્થળોએ જરૂરી ઢાળિયાઓ યોગ્ય રીતે બનાવવામાં આવ્યા ન હોવાની બૂમ ઊઠવા પામી છે.

       બે અલગ અલગ રસ્તા અલગ અલગ રસ્તાઓના ઢાળિયાઓ સુવ્યવસ્થિત રીતે ન હોવાથી વાહન ચાલકો, ખેડૂતો તથા વિદ્યાર્થીઓને ચડવા ઉતરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં અકસ્માત થવાનો પણ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

       ખંભાળિયા નજીક આવેલા સીએનજી પેટ્રોલ પંપ તથા ભાજપ કાર્યાલય (કમલમ) વચ્ચેનો ઢાળિયો વ્યવસ્થિત ન હોવાથી અહીંની જુદી જુદી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 700 જેટલા વિદ્યાર્થીઓને હાલાકી વચ્ચે અકસ્માતનો ભય પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. આ અંગે યોગ્ય પગલા લેવા અહીંના જિલ્લા કલેકટરને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *