Headlines

ખંભાળિયા નજીક મગફળીનો ભૂક્કો ભરેલા ટ્રકમાં ભીષણ આગ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬

     ખંભાળિયામાં સલાયા માર્ગ પર આવેલા એક મોટરસાયકલના શોરૂમ પાસે આજરોજ સવારના સમયે મગફળીનો ભૂક્કો ભરીને જઈ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આ બનાવ અંગેની જાણે ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.

      આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. પરંતુ ટ્રકમાં ભરેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. 

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *