જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬
ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા ગોપાલ સુકાભાઈ હાથીયા નામના 24 વર્ષના શખ્સ સામે વર્ષ 2023 ના સમયગાળામાં ઓખાની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે કરવામાં આવેલી કાર્યવાહીમાં નામદાર અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બાકી રહેતી રકમ રૂ. 4,10,000 નો દંડ ભરવા માટેનો હુકમ કર્યો હતો.
જેના અનુસંધાને આરોપી સજાથી બચવા માટે ચોરીછુપી રીતે રહેતો હોય, ઉપરોક્ત શખ્સ મીઠાપુરની ટાટા કંપનીના ગેઈટ સામે હોવાની બાતમી એસઓજી પોલીસને મળતા ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એસઓજી વિભાગના પી.આઈ. વી.એ.રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાના વડપણ હેઠળ એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરની બાતમીના આધારે કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
