Headlines

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે ન વ કલાકનો વીજકાપ

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે નવ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬

ખંભાળિયા પીજીવીસીએલના રામનગર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા મોવાણ, સિધ્ધપુર, માધુપુર, ખજુરીયા, માડી, પીપળીયા, કનકપર વિગેરે ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પ્રી-મોન્સુન તેમજ વીજ લાઈનના સમારકામની કામગીરી કરવાની હોય, આને અનુલક્ષીને બુધવાર તા. 22 એપ્રિલના રોજ કનકપર જ્યોતિ ગ્રામ ફીડર અને ખેતીવાડીના વીજ ફીડરો સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *