દ્વારકામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પાંચ ઝડપાયા
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે ક્રિકેટ મેચના આઈપીએલ ઉપર ગુજરાત અને કોલકત્તા સામે ચાલી રહેલી ક્રિકેટ મેચ ઉપર ચિઠ્ઠી બનાવી અને રનફેરના હારજીત ઉપર નાણાકીય સોદાઓ વડે જુગાર રમી રહેલા ફેસલ અલારખા મોગલ, અનીશઅલી ફિરોજઅલી પટ્ટણી, ટીપુસુલતાન મહમદસિદ્દીક શીરાજી, સબીર અબુબકર બ્લોચ અને હિતેશ છગનલાલ રાયઠઠ્ઠા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 11,020 નો મુદામાલ કબજે કર્યો હતો.
