Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિના સંદેશો પાઠવતી રંગોળી બનાવાઇ

– જાગૃતિ અર્થે ખંભાળિયા મ્યુ.માં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઈ.વી.એમ. નિદર્શન –

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લાની તમામ પી.એમ. શ્રી શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપ પ્રવૃતિ અંતર્ગત રંગોળી બનાવી મતદાન જાગૃતિના સંદેશ ફેલાવ્યો હતો. આ રંગોળી દ્વારા “મારો મત, મારો અધિકાર” જેવા સંદેશ થકી નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરાયા છે.
ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે નગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોના મતદારોમાં મતદાન અંગે જાગૃતી ફેલાય તેમજ વધુમાં વધુ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લ્યે તે માટે તથા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મલ્ટી ચોઈસ ઈ.વી.એમ. મશીનથી કઈ રીતે મતદાન કરવું તેની સમજ કેળવાય તે અર્થે જિલ્લાનાં વિવિધ બુથ પર ઈ.વી.એમ. નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોએ ઈ.વી.એમ. અને બેલટ બોક્સ સેટમાં દ્વારા મત કેવી રીતે આપવો તે દર્શાવવા બ્લુ બટન અને અંતે પીળું બટન દબાવીનેને પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *