જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬
દ્વારકાના જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુના પ્રારંભે અક્ષય તૃતીયાથી અષાઢી બીજ સુધી સતત બે માસ સુધી ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શનનો પ્રારંભ થતાં સાંજના ભાગે ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક ફુલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા છે. આજથી સતત બે માસ સુધી ઠાકોરજીને સાંજના સમયે પુષ્પશૃંગાર યોજાશે. આ ઉપરાંત ગ્રીષ્મકાળ દરમ્યાન ઠાકોરજીને ઋતુ અનુસાર ઠંકક આપતાં ભોગ ઇત્યાદિ પણ અર્પણ કરવામાં આવે છે.
