Headlines

ભાવનગર શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં બાઇક રેલી: એકટર હિતુ કનોડિયા, કનેક્ટર દિવ્યેશ સોલંકી સહિતના મહાનુભાવોએ સભાઓ ગજવી


ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં શહેરના તમામ વોર્ડમાં બાઈક રેલી યોજવામાં આવેલ, જેમાં જાણીતા અભિનેતા હિતુભાઈ કનોડિયાએ ડૉ. આંબેડકર પ્રતિમાને હાર પહેરાવીને રેલીનું પ્રસ્થાન કરાવેલ, જ્યારે રુવા, ચિત્રા અને બોરતળાવ ખાતે દિવ્યેશભાઈ સોલંકીએ રેલીનું પ્રસ્થાન કરાવ્યા બાદ સભાઓ ગજવી હતી. બાઇક રેલી ને સફળ બનાવવા માટે પ્રભારીએ માર્ગદર્શન આપેલ, જ્યારે શહેર ભાજપ સંગઠન, ચૂંટણી સંચાલન સમિતિના હોદ્દેદારો, તમામ વોર્ડના વાલીઓ સહિત વોર્ડ સંગઠન અને વરિષ્ટ આગેવાનોએ જહેમત ઉપાડી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *