વિપુલ હિરાણી
ભાવનગર તા.૨૩
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભાવનગરના અટલ ઓડિટોરિયમ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાવેણાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો.
આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ તથા જિલ્લા પ્રભારી કમલેશભાઈ મીરાણી, ભાવનગરના વિવિધ ઉદ્યોગોના આગેવાનો પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થા ના સંચાલકો વિશેષ ઉપસ્થિત રહ્યા.
ભાવનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્ર બુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
