Headlines

ભાણવડમાં વોશિંગ મશીનમાંથી નીકળ્યો કોબ્ર ા… દિલધડક રેસ્ક્યુ કરાયું


જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬

ભાણવડના રણજીતપરા વિસ્તારમાં એક ઘરમાં વોશિંગ મશીનની અંદર ઝેરી કોબ્રા સાપ ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. મશીનના આંતરિક ભાગમાં સાપ છુપાયેલો હોવાથી, વોશિંગ મશીનના ટેકનિશિયનને બોલાવી મશીનના પાર્ટ્સ ખોલવાની ફરજ પડી હતી.
આથી એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે ટેકનિશિયન અજયભાઈ ખત્રીની મદદથી મશીન ખોલાવી, અત્યંત સાવધાનીપૂર્વક ફૂંફાડા મારતા કોબ્રા સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. રેસ્ક્યુ બાદ આ ઝેરી સાપને બરડાના જંગલમાં મુક્ત કરાયો હતો.
નિષ્ણાંતોએ ઉનાળાની ગરમીમાં સાપથી સાવચેત રહેવા અને સાપ દેખાય તો મારવાને બદલે રેસ્ક્યુઅર અથવા વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *