ભાવનગર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ સીટ પર 70% થી વધુ મતદાન નોંધાયું
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે બેઠક પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી, તેવી ભાવનગર તાલુકા પંચાયતની નવા રતનપર બેઠક પર ગઈકાલે ભારે ઉત્સાહ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. આ બેઠક પર રેકોર્ડબ્રેક 70% થી વધુ મતદાન નોંધાયું છે.



ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જોવા મળેલા જુવાળ વચ્ચે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે, “દરેક નાગરિકનો એક-એક મત કીમતી હોય છે અને ઉમેદવારનો પોતાનો એક મત પણ હાર-જીત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.” આ જંગી મતદાન આગામી પરિણામોમાં કોનું પલ્લું ભારે રાખશે તે જોવું રસપ્રદ રહેશે.
