Headlines

ચોગઠ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: મુકેશ રાઠોડનો ભવ્ય વિજય


લક્ષ્મણભાઈ બારૈયાની રણનીતિ અને મહેનત રંગ લાવી; વિજય ઉત્સવ સાથે વિજેતા ઉમેદવારને વધાવ્યા

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

ભાવનગર જિલ્લા પંચાયતની હાઈપ્રોફાઈલ ગણાતી ચોગઠ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ રાઠોડનો ભવ્ય વિજય થયો છે. આ વિજય પાછળ અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી અને ભાવનગર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લક્ષ્મણભાઈ બારૈયાની અથાગ મહેનત અને સંગઠન શક્તિ નિર્ણાયક સાબિત થઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લક્ષ્મણભાઈએ સાંસદ નીમુબેન બામણિયા અને અન્ય દિગ્ગજ નેતાઓ સાથે મળીને જે જનસંપર્ક કર્યો હતો, તેનું પરિણામ આજે જ્વલંત વિજય સ્વરૂપે જોવા મળ્યું છે.

​ચોગઠ પંથકમાં કેસરીયો માહોલ સર્જીને વિરોધીઓના ગઢ કાંગરા ફેરવી નાખવામાં લક્ષ્મણભાઈની ‘વિજય હાકલ’ અને સામાજિક પકડ મહત્વની રહી છે. પરિણામ જાહેર થતા જ લક્ષ્મણભાઈ બારૈયાએ મુકેશભાઈ રાઠોડને અભિનંદન પાઠવી આ વિજયને વિકાસ અને સંગઠનનો વિજય ગણાવ્યો હતો. આ જીતથી સમગ્ર વિસ્તારના ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *