Headlines

લાખણકા તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌહાણનો ભવ્ય વિજય


ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

ભાવનગર તાલુકા પંચાયતની લાખણકા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન દીપકભાઈ ચૌહાણે ભવ્ય વિજય મેળવી પ્રજાનો અવિચળ વિશ્વાસ જીત્યો છે. નવા રતનપર ગામની દીકરી તરીકે ઓળખાતા રેખાબેન ચૌહાણ છેલ્લા ઘણા સમયથી સેવા, સંસ્કાર અને વિકાસના સૂત્ર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સતત લોકસંપર્ક જાળવી જનહિતના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. સામાન્ય પરિવારો, મહિલાઓ, વડીલો અને યુવાનો વચ્ચે તેમની સરળતા અને સહજ ઉપલબ્ધતાએ તેમને વિશાળ લોકપ્રિયતા અપાવી છે. સમાજકાર્યમાં સક્રિય ભૂમિકા, પ્રજાના દુઃખદર્દમાં સહભાગી થવાની વૃત્તિ અને વિકાસલક્ષી દૃષ્ટિને કારણે મતદાતાઓએ તેમને જંગી સમર્થન આપ્યું. તેમના આ ભવ્ય વિજયથી લાખણકા સીટ સહિત નવા રતનપર વિસ્તારમાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી છે. નવા રતનપર ના વતની એવા અખિલ ભારતીય કોળી સમાજ (રજીસ્ટર્ડ, નવી દિલ્હી)ના ગુજરાત પ્રદેશ મંત્રી લક્ષ્મણ ભાઈ બારૈયાએ પણ રેખાબેનને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *