જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા અમીરબાનુ ઉર્ફે ઉમેરા મામદભાઈ ઈશાભાઈ હુંદડા નામની મુસ્લિમ વાઘેર યુવતીએ ગઈકાલે બુધવારે બપોરના સમયે પોતાના રહેણાંક મકાનના રૂમમાં રહેલા પંખામાં પોતાના હાથે કાપડની ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક અમીરબાનુ ઉર્ફે ઉમેરાને તેણીની માતાએ ચા બનાવવા બાબતે ઠપકો આપતા તેણીએ રિસાઈને તેના દાદાના રૂમમાં જઈને આ પગલું ભરી લીધું હોવા અંગેની જાણ સિદ્દીકભાઈ ઈશાભાઈ હુંદડાએ વાડીનાર મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
