Headlines

ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ


જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬

જન્મદિન શુભેચ્છા

ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ

ખંભાળિયાના સક્રિય અને સેવાકીય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર રહેતા ભાર્ગવભાઈ મુકેશચંદ્ર શુક્લનો આજે જન્મદિવસ છે. ભાર્ગવ શુકલ ખંભાળિયા પીજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે તેઓ હંમેશા સમાજ સેવાના કાર્યો માટે અગ્રેસર રહે છે. કોઈપણ જાતની ખોટી પ્રસિદ્ધિ વગર દર મહિને તેઓ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને તથા દવા પૂરી પાડે છે. લોક ડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે તેમણે નોંધપાત્ર સેવા આપી હતી. સરકારી કર્મચારીઓને રાત્રિના સમયે તેમના દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. મૃદુ અને સાલસ સ્વભાવ ધરાવતા ભાર્ગવ (ગોપાલ) શુક્લએ પોતાના જીવનમાં સેવા અને સમર્પણને મુખ્ય સ્થાન આપ્યું છે.
રાજકીય અને સામાજિક રીતે વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા અને ગોપાલ નામથી જાણીતા ભાર્ગવ શુકલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૭૨૭૨ ૮૭૧૭૦ ઉપર ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *