Headlines

ભાણવડ પંથકમાં પશુ સંસ્થા દ્વારા એક જ દિવસ માં સાત અબોલ જીવોના જીવ બચાવાયા


જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬

ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા માટે સમર્પિત ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા માનવતા મહેકાવતી કામગીરી કરી એક જ દિવસમાં સાત જીવોને નવજીવન આપવામાં આવ્યું છે.
આ ટ્રસ્ટની ટીમે ભાણવડના મફતિયા પરા વિસ્તારમાં કૂવામાં ખાબકેલી એક ગાયને સલામત રીતે બહાર કાઢી હતી. આ સાથે રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી કૂવામાં મોત સામે ઝઝૂમતી એક બિલાડીનું પણ દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત ગડુ ગામ પાસેથી એક ઘાયલ મોર અને અન્ય સ્થળોએથી ચાર સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
આ સમગ્ર ઓપરેશનમાં ટ્રસ્ટની આધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી, જેના કારણે ઊંડા કૂવામાંથી પશુઓને ઈજા પહોંચાડ્યા વગર હેમખેમ બહાર કાઢવા શક્ય બન્યા હતા.
આ સેવાકાર્યમાં ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, હરીશભાઈ વાઘેલા, લક્ષેશભાઈ વાણીયા, વિશાલ ભરવાડ અને રામભાઈ ભરવાડ જોડાયા હતા અને અબોલજીવો પ્રત્યે સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *