Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોદ્દેદારોની નિયુક્તિ માટે ખંભાળિયામાં ભાજપની સેન્સ પ્રક ્રિયાનો પ્રારંભ


જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો પૈકી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા દંડકના હોદ્દા માટે સેન્સ પ્રક્રિયાનો આજે સવારથી પ્રારંભ થયો છે.
ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ" ખાતે નિરીક્ષકો મહેસાણાના સાંસદ હરિભાઈ એન. પટેલ, ગાંધીનગરના શહેર પ્રમુખ આશિષભાઈ દવે અને પ્રદેશ કારોબારી સદસ્ય બિજલબેન પટેલની ખાસ ઉપસ્થિતિમાં સવારે 10 વાગ્યા થી શરૂ થઈ છે. આ સેન્સ પ્રક્રિયામાં પ્રથમ ખંભાળિયા અને ત્યાર બાદ ભાણવડ તથા દ્વારકામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દા પર બિરાજમાન થવા ઈચ્છતા ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા.
આ પ્રક્રિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રાજુભાઈ ભરવાડ, યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા વિગેરે પણ સાથે રહ્યા હતા. આજે સાંજે જિલ્લા સંકલન બેઠકનું પણ આયોજન થયું છે. ત્યારે હવે આગામી અઢી વર્ષ માટે મહત્વના એવા પ્રમુખ-ઉપપ્રમુખના હોદ્દાઓ પર કોણ બિરાજમાન થશે? તે બાબતે લોકોમાં ઇન્તેજારી સાથે અટકળો અને અનુમાનોના દોર વહેતા થયા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *