Headlines

પોરબંદરની ઉતરાધી સિંધી પંચાયત દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન


ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


​પોરબંદરની ઉતરાધી સિંધી પંચાયત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓએ એક, ત્રણ અને પાંચમા સેમેસ્ટરના પરિણામો ધ્યાને લેવાના રહેશે. આ સન્માન મેળવવા માટે સંસ્થા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ટકાવારી મુજબ જે વિદ્યાર્થીઓ લાયકાત ધરાવતા હશે તેઓને જ સન્માનિત કરવામાં આવશે. ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી માત્ર પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવશે.
​સન્માન મેળવવા ઈચ્છતા લાયક વિદ્યાર્થીઓએ પોતાના પરિણામની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો આગામી તારીખ 10 જુલાઈ 2025 સુધીમાં મોકલી આપવાના રહેશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે પ્રોજેક્ટ ચેરમેન તરીકે જયેશભાઈ રંગવાણી જવાબદારી સંભાળી રહ્યા છે. ઉતરાધી સિંધી પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી દ્વારા આ શૈક્ષણિક પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો છે. કાર્યક્રમની અન્ય વિગતો જેવી કે સમય, સ્થળ અને તારીખ અંગેની માહિતી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં પોતાની વિગતો પહોંચતી કરવા યાદીમાં જણાવાયું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *