Headlines

નવયુગ વિદ્યાલયમાં પોરબંદર જિલ્લાની પ્રથમ મેગા સાયન્સ ક્વિઝ સમ્પન્ન


​વિજ્ઞાન ક્ષેત્રે રુચિ વધારવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરણાથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બતાવ્યો ઉત્સાહ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


​પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત મેગા સાયન્સ ક્વિઝનું નવયુગ વિદ્યાલય ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 પછી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યે આકર્ષણ વધે તેવા ઉમદા હેતુ સાથે નવયુગ વિદ્યાલય, સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 દ્વારા આ સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રેરણાદાયી આયોજન પૂર્વ વિદ્યાર્થી અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. જિલ્લાની વિવિધ શાળાઓની કુલ 37 ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં વી.જે. મદ્રેસા અંગ્રેજી માધ્યમની બહેનોએ પણ સક્રિયતા દાખવી હતી. ઘણી ટીમોએ ધ સાયન્સ ટ્રાયો, હિમ્મતવાલા અને ધુરંધર જેવા રસપ્રદ નામો રાખ્યા હતા. આગામી વર્ષે આ ક્વિઝ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમો માટે યોજવાની જાહેરાત શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવી છે.
​આ અવસરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા, સામતભાઈ આર. ઓડેદરા, ચેતનાબેન તિવારી, અનિલભાઈ કારિયા, વિજયભાઈ ઉનડકટ, ટી.કે કરિયા, સન્નીભાઈ બારોટ, વિનોદભાઈ બારોટ, પાર્થભાઈ, અશ્વિનભાઈ ઠાકર, લાખણશીભાઈ ગોરાણીયા, અનિલભાઈ દેવાણી, સુરેશભાઈ ગાંધી, ભારતભાઈ ગઢવી, ફારૂકભાઈ સૂર્યા અને જીતેશભાઈ પટાણી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વ્યસ્તતાને કારણે હાજર ન રહી શકતા અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સ્પર્ધાના અંતે નવયુગ વિદ્યાલય પ્રથમ, આદિત્યાણા હાઈસ્કુલ દ્વિતીય અને બખરલા હાઈસ્કુલની ટીમ તૃતીય ક્રમે વિજેતા જાહેર થઈ હતી.
​વિજેતાઓને રોકડ પુરસ્કાર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેનું યોગદાન ઉષાબેન દેકીવાડીયા અને સન્નીભાઈ બારોટ દ્વારા આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલનમાં આચાર્યના માર્ગદર્શન હેઠળ ખીમેશભાઈ થાનકી, અમિતભાઈ જગતિયા અને ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. અંતમાં સચિનભાઈ પંડિત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *