જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનું પરિણામ 80.28 ટકા આવ્યું છે. ગત વર્ષે જિલ્લાનું પરિણામ 83.48 ટકા હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ 10 ના કુલ 7,715 વિદ્યાર્થીઓમાંથી 7591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 260 વિદ્યાર્થીઓ એ- 1, 912 વિદ્યાર્થીઓ એ – 2, 1255 વિદ્યાર્થીઓ બી – 1, 1520 વિદ્યાર્થીઓ બી – 2, 1422 વિદ્યાર્થીઓ સી – 1, 700 વિદ્યાર્થીઓ સી – 2, 25 વિદ્યાર્થીઓ ડી ગ્રેડ સાથે એમ કુલ 6094 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે આવેલા પરિણામમાં મીઠાપુર કેન્દ્ર પર 481 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 297 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં કેન્દ્રનું પરિણામ 61.75 ટકા આવ્યું છે. જામખંભાળિયા કેન્દ્રમાં 2760 વિદ્યાર્થીઓમાંથી 2352 પાસ થતા પરિણામ 85.22 ટકા, દ્વારકા કેન્દ્રમાં 812 વિદ્યાર્થીઓમાંથી 528 પાસ થતા 65.02 ટકા, ભાટિયા કેન્દ્રમાં 859 વિદ્યાર્થીઓમાંથી 759 પાસ થતા 89.52 ટકા, ભાણવડ કેન્દ્રમાં 1170 વિદ્યાર્થીઓમાંથી 1025 પાસ થતા 87.61 ટકા, કલ્યાણપુરમાં 318 વિદ્યાર્થીઓમાંથી 255 પાસ થતા 80.19 ટકા, નંદાણા કેન્દ્રમાં 516 માંથી 392 પાસ થતા પરિણામ 75.97 ટકા, જામ રાવલ કેન્દ્રમાં 665 વિદ્યાર્થીઓમાંથી 485 પાસ થતા 72.48 ટકા પરિણામ આવ્યું છે.
