ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
રાણાવાવમાં જૂની અદાવતના કારણે બે પક્ષો વચ્ચે છૂટાહાથે મારામારી અને હુમલાની ઘટના બની છે. પ્રથમ ફરિયાદ મુજબ, આરોપી રામા જીવાભાઈ કેશવાલા (રહે. સ્ટેશન પ્લોટ, રાણાવાવ) અને શાંતિબેન રામાભાઈ કેશવાલા (રહે. સ્ટેશન પ્લોટ, રાણાવાવ) એ હિતેશભાઈ કારાવદરા (રહે. ખોડીયાર નગર, રાણાવાવ) પર પાઈપ વડે હુમલો કર્યો હતો અને આંખમાં ચટણી ઉડાડી ધમકી આપી હતી. સામે પક્ષે, રામાભાઈએ પણ હિતેશ અને લખન નામના શખ્સો સામે તેને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.
રાણાવાવ પોલીસના એક અહેવાલ અનુસાર, આ વિવાદ ફોન પર થયેલી બોલાચાલી બાદ ઉગ્ર બન્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત, રાણાવાવના મફતીયાપરામાં જુગાર રમતા સુધાભાઈ દેવાભાઈ કુછડીયા (રહે. મફતીયાપરા, રાણાવાવ, ઉંમર વર્ષ: ૩૮) સહિત ૫ શખ્સોને રૂ. ૩૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
