Headlines

ભાવનગરમાં વિશ્વ રેડક્રોસ દિવસની ભવ્ય ઉજવણી: રક્તદાન અને મેડિકલ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે



​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર


​ભાવનગર રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી ૮ મે, ૨૦૨૬ ને શુક્રવારના રોજ ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ નિમિત્તે માનવતાના સેવા કાર્યોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ‘માનવતામાં એકતા’ થીમ પર આધારિત આ ઉજવણીના ભાગરૂપે દિવાનપરા રોડ પર આવેલા રેડક્રોસ ભવન ખાતે સવારથી સાંજ સુધી લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં જોડાવા માટે શહેરની ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
​કાર્યક્રમની વિગત અનુસાર, સવારે ૯:૦૦ થી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. દિવસની શરૂઆતમાં સવારે ૧૦:૩૦ વાગ્યે ધ્વજ વંદન બાદ નિ:શુલ્ક મેડિકલ કેમ્પ અને ફિઝિયોથેરાપી સારવાર કેમ્પનો પ્રારંભ થશે. આ દિવસે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ પણ હોવાથી ૧૮ થી ૨૫ વર્ષના અપરિણીત યુવક-યુવતીઓ માટે રાહત દરે થેલેસેમિયા તપાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, થેલેસીમિયા મેજરથી પીડાતા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
​રેડક્રોસ ભાવનગર દ્વારા આ તમામ પવિત્ર માનવતાવાદી કાર્યોમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે બાર્ટન લાઈબ્રેરીની સામે આવેલા રેડક્રોસ ભવનનો અથવા મોબાઈલ નંબર ૯૪૨૯૪૦૬૨૦૨ પર સંપર્ક કરી શકાશે. આ આયોજન દ્વારા ભાવનગરના નાગરિકોમાં આરોગ્ય અને સેવા પ્રત્યે નવી ચેતના જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *