Headlines

ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ, અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી પાર



ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ


ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગાંધીનગર, મહેસાણા અને રાજકોટ સહિતના શહેરોમાં પણ ગરમીનો પારાઓ 42 ડિગ્રીથી ઉપર પહોંચ્યો હતો.
ભારતીય હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાત માટે yellow alert જાહેર કરતાં આગામી 48 કલાક દરમિયાન ગરમી વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. બપોરના સમયે શહેરોના મુખ્ય માર્ગો ઉપર લોકોની અવરજવર ઘટી ગઈ હતી.
સિવિલ હોસ્પિટલના ડૉ. મનીષ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ડિહાઈડ્રેશન, ચક્કર અને હીટસ્ટ્રોકના કેસોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા મજૂરોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ગરમીના કારણે વીજ વપરાશમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના અનેક શહેરોમાં પાણીની માંગ વધી જતા સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લાંબા ગાળાની ગરમી પાકોને પણ અસર કરી શકે છે.
હવામાન વિભાગના અધિકારીઓએ લોકોને પૂરતું પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને બપોરે સીધા તડકાથી બચવાની સલાહ આપી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *