Headlines

ખંભાળિયાના પોસ વિસ્તારમાં લોકોની સુવિધા અર્થે સિમેન્ટના બાંકડા મુકવા રજૂઆત


જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬

ખંભાળિયા શહેરના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા શિવ મંદિરો અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે તેમજ સેવા-પૂજા માટે આવે છે. ખાસ કરીને સાંજના સમયે અહીં વયોવૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સાથે આવતા બાળકોને બેસવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી તેઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
આ મહત્વના મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઢેરએ અહીંના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર પાઠવી અને અહીંના રામનાથ મંદિર સહિતના જુદા જુદા વિસ્તારોમાં જન સુવિધા અર્થે સિમેન્ટના પૂરતા બાંકડાઓ મુકાવી અને અહીં આવતા નગરજનો – ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *