Headlines

દ્વારકામાં શોપિંગ મોલમાંથી કિંમતી મૂર્ત િ સહિતનો મુદ્દામાલ ચોરાયો


જામ ખંભાળિયા, તા. ૦૯: દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂવાર તા. 7 ના રોજ બપોરના આશરે 12:30 થી 1:30 વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમની દુકાનમાં રાખવામાં આવેલી આશરે નવ જેટલી અલગ અલગ પ્રકારની કિંમતી ધાર્મિક મૂર્તિ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આમ, અજાણ્યા તસ્કરોએ આ દુકાનમાંથી રૂપિયા 82,800 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ જવા સબબ સંજયભાઈ નકુમની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ધોરણસર ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *