ભજન ભોજન, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સહિત ના કાર્યક્રમ યોજાયા
જલારામ મંદિર આનંદનગર ખાતે ભક્તશ્રી જલારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ગુરુ શ્રી ભોજલરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર અવસર પર યોજાનાર કાર્યક્રમ માં શ્રી જલારામ મંદિર, આનંદનગર, ભાવનગર ખાતે ધૂન ભજન ભોજન પ્રસાદ યોજાયેલ જેનો બહોળી સંખ્યા માં ભક્તજનો એ લાભ લીધો હતો.
આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક ધૂન તથા સર્વ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સેવા એ જ પરમો ધર્મના સૂત્રને અનુસરતા આ અવસરે રેડક્રોસ ભાવનગર ના સહકાર થી નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયેલ જેમાં 138 જેટલા દર્દીઓ ની તપાસ કરી ને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવા માં આવી હતી.સાથે 110 જેટલા લોકો ની હિમોગ્લોબિન ની તપાસ વિનામૂલ્યે રાખવામાં હતી, તથા રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં 14 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવા માં આવ્યું હતું, આ સેવાકીય કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગર અને જલારામ મંદિર આનંદનગર નો સહયોગ મળ્યો હતો.
પૂ ભોજલરામ બાપા ની જન્મ જ્યંતી નિમિતે 2500 થી વધુ ભક્તજનો એ પ્રસાદ લીધો હતો.
