ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન થળસર ગામના ગેટ પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા ગોહિલ પાસેથી દેશી દારૂની 60 કોથળીઓ (15 લીટર, કિંમત ₹3000/-) ભરેલો થેલો મળી આવ્યો હતો. પરમીટ વગર દારૂ રાખવા બદલ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
