Headlines

શાળામાં નિયમિતતા, વાંચન અને રિવિઝનથી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ધોરણ 10 માં મેળવી ભવ્ય સફળતા



હરેશ જોષી, તળાજા

તળાજા પંથકમાં આવેલ ગણેશ શાળા ટીમાણા દ્વારા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર- દિહોરમાં અભ્યાસ કરતી બાંભણિયા હસ્તીબેન ધીરુભાઈએ ધોરણ 10 માં શ્રેષ્ઠ પરિણામ મેળવી તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. હસ્તીબેને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે.તેમણે ધોરણ 10 માં કુલ 97.89 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે.હસ્તીબેન પોતાની આ સફળતા પાછળ જણાવે છે કે તેમના માતા -પિતા હંમેશા તેમને વાંચન માટે પ્રેરણા આપતા. આ ઉપરાંત શિક્ષકોનો પણ સિંહફાળો રહ્યો છે,શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય અપાતું તથા જો કોઈ વિષયમાં ડાઉટ હોય તો તેમનું વધારાના સમયમાં સોલ્યુશન કરાવતા. હસ્તીબેન જણાવે છે કે શાળામાં શિક્ષણ કાર્ય બાદ જે રીડિંગ કાર્ય થતું તેમનો તેને ખૂબ ફાયદો થયો છે.હસ્તીબેનની એક ખાસિયત છે કે ધોરણ 10 માં શાળામાં તેમની ગેરહાજરી નથી તથા નિયમિત વાંચન કાર્ય અને રિવિઝન કાર્ય કર્યું છે. તેઓ સાથે જણાવે છે કે આગામી સાયન્સનો અભ્યાસ તેઓ ગણેશ શાળા ટીમાણામાં કરશે. તેઓ ભવિષ્યમાં MBBS ડૉક્ટર બની ગરીબ લોકોની તથા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા ઈચ્છે છે.તેમના વાલી જણાવે છે કે ગ્રામ્ય કક્ષાએ બાળકોના ભવિષ્ય માટે શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોર શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે જે આસપાસના ગામડાના વિધાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી રહેશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *