Headlines

જાહેર પરિવહનનો ઉપયોગ વધારવા વડાપ્રધાનની અપીલને પોરબંદરમાં ભારે આવકાર


સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે નાગરિકોને સીટી બસ, એસ.ટી. બસ અને રેલ્વેનો ઉપયોગ કરવા વિનંતી કરી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


દેશવાસીઓને પેટ્રોલિયમ પેદાશો બચાવવા માટે પબ્લિક વાહનોમાં મુસાફરી કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પોરબંદરની સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવકારવામાં આવી છે. સંસ્થાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાથી પેટ્રોલ અને ડીઝલની મોટી બચત થશે તેમજ પર્યાવરણને પણ સીધો ફાયદો થશે. ખાનગી વાહનોના કારણે પ્રદૂષણ, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ ગંભીર બની રહી છે, જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
રામદેવભાઈ મોઢવાડિયાએ પોરબંદરના લોકોને ટૂંકા અંતર માટે સીટી બસ અને ગ્રામ્ય સ્તરે એસ.ટી. બસ સેવાનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી છે. લાંબા અંતરની મુસાફરી માટે રેલ્વે શ્રેષ્ઠ અને આર્થિક રીતે ફાયદાકારક વિકલ્પ છે, જેનાથી અકસ્માતો ઘટશે અને દેશના વિદેશી ચલણની બચત થશે. ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને યુવાપેઢી અને વિદ્યાર્થીઓને ઇંધણ તથા પર્યાવરણ બચાવવાની આ ઝુંબેશમાં સક્રિયપણે જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *