ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ઘોઘા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર, પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મોરચંદ ગામના અંધારીયા વિસ્તારમાંથી આરોપી ગીરવાનસિંહ ઉર્ફે ગીરૂભા પોપટભા ગોહીલને ગેરકાયદેસર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સરકાર તરફે ફરિયાદી પોલીસ કર્મચારી ભગીરથસિંહ લાલુભા ગોહીલે આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુન્હો દાખલ કરાવ્યો છે.
તારીખ ૨૨/૦૫/૨૦૨૬ના રોજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોરચંદ ગામે શંકાસ્પદ હાલતમાં ઉભેલા ગીરવાનસિંહ ઉર્ફે ગીરૂભાના રહેણાંકી મકાનની જડતી લેવામાં આવી હતી. મકાનના બાથરૂમમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો કુલ ૯ લીટર દેશી પીવાનો દારૂ, જેની કિંમત રૂપિયા ૧૮૦૦/- થાય છે, તે મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી છે અને કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ લાલુભા ગોહીલ ચલાવી રહ્યા છે.
