Headlines

પોરબંદરમાં પોલીસનું કડક ચેકિંગ: જાહેરમાં હથિયાર સાથે ફરતો શખ્સ અને નશાખોર બાઇક ચાલકો ઝડપાયા


​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર (૨૩ મે ૨૦૨૬)

પોરબંદર જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી છે. ૨૩ મે ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવેલા આ ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસે જાહેરમાં પ્રતિબંધિત હથિયાર સાથે ફરતા એક શખ્સને, નશાની હાલતમાં વાહન ચલાવતા એક ઈસમને તેમજ રોડ પર સ્ટંટબાજી કરી ભયજનક રીતે બાઇક દોડાવતા તત્વને ઝડપી પાડી જેલભેગા કર્યા છે.
​પ્રથમ કિસ્સામાં, ૨૩ મે ૨૦૨૬ ના રોજ સાંજના સમયે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે બ્રાન્સ સ્કૂલ પાસે જાહેર રોડ પરથી ફારૂખ નુરમામદ જુલાયા (ઉંમર વર્ષ ૫૬, રહે. લાટી બજાર, મુંજાવાર ફરીયુ, પોરબંદર) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની તલાશી લેતા તેના કબજામાંથી કોઈ પણ પાસ-પરમીટ વગરની એક તીક્ષ્ણ છરી મળી આવી હતી. પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ તેની ધરપકડ કરી જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
​બીજા કિસ્સામાં, કમલાબાગ પોલીસ સ્ટેશનની બિલકુલ બહાર જાહેર રોડ પર વાહન ચેકિંગ દરમિયાન કાળા કલરનું મોટરસાયકલ રોકવામાં આવ્યું હતું. બાઇક ચાલક કેતન ઉર્ફે ગોટી મોહનભાઇ બામણીયા (ઉંમર ૪૦, રહે. પેરેડાઇસ સિનેમા પાસે, પોરબંદર) દારૂ જેવા કેફી પીણાના નશામાં ચૂર થઈને બાઇક ચલાવી રહ્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં, ઉદ્યોગનગર પોલીસે બોખીરા બસ સ્ટેન્ડ ગોલાઈ રોડ પરથી ભરત વિનુભાઇ વદર (ઉંમર ૨૧, રહે. બોખીરા, પોરબંદર) ને ઝડપ્યો હતો જે જાહેર રોડ પર ગફલતભરી રીતે, પુરપાટ ઝડપે બાઇક ચલાવતો હતો. આ તમામ શખ્સો સામે ૨૩ મે ૨૦૨૬ ના રોજ કાયદેસરની કલમો હેઠળ ગુના નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *