ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
પોરબંદર જિલ્લામાં માનવજિંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની લાયકાત કે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોરબંદરના જ્યુબેલી બોખીરા રોડ પર આવેલા તિરૂપતી બાલાજી મંદિર સામે શ્યામા ક્લિનિક નામથી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા નિરવ મહેશભાઈ રાવલને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્પેશલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના ભરતસિંહ કે. ગોહિલ તથા કોન્સ્ટેબલ દિલીપભાઈ જેઠાભાઈ મોઢવાડિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બોગસ ડૉક્ટર લોકોને દવાઓ આપી સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન તેના કબ્જામાંથી અલગ-અલગ જાતની કેપ્સ્યુલ તથા ઇન્જેક્શનો વગેરે દવાઓ, મેડિકલ તપાસણીના સાધનો તેમજ લોકો પાસેથી દવા અને ફી પેટે મેળવેલા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા બાર હજાર ચારસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પકડાયેલા આરોપી વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજા, એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાકી, રવિન્દ્રભાઈ ચાંઉ, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ, ભીમાભાઈ ઓડેદરા, હરદાસભાઈ ગરચર, મોહિતભાઈ ગોરાણીયા, અરજનભાઈ ઓડેદરા, કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડિયા, સરમણભાઈ ખૂંટી તથા ચંદ્રસિંહ જાડેજા રોકાયેલા હતા.
પોરબંદરમાં બોગસ ડૉક્ટર ઝડપાયો: SOG દ્વારા ડૉક્ટરી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નીરવ રાવલ સામે કાર્યવાહી
Oplus_131072