Headlines

માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાના પાટોત્સવની વરલ ખાતે ભવ્ય ઉજવણી થશે : નારણદાસ બાપુના સાનિધ્યમાં બે દિવસીય ધાર્મિક મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન

Oplus_131072

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

ભાવનગર જિલ્લાના વરલ ખાતે સ્થિત કાળભૈરવ આશ્રમમાં માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. નારણદાસ બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે નારણદાસ બાપુ અને કાળભૈરવ આશ્રમ ટ્રસ્ટ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. કાર્યક્રમના પ્રથમ દિવસે તારીખ 26 ઓગસ્ટ 2026 ના રોજ માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ નિમિત્તે સવારે ૧૦:૩૦ કલાકે સમાધિ પૂજન અને ધ્વજા રોહણના કાર્યક્રમ યોજાશે. આ સાથે સવારે ૧૦:૪૫ કલાકે આરતી પૂજન અને બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવના બીજા દિવસે તારીખ 27 ઓગસ્ટ 2026 ના રોજ કાળભૈરવ દાદાનો પાટોત્સવ ઉજવાશે, જેમાં વહેલી સવારે ૬:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૮:૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે. આ પ્રસંગે સવારે ૯:૩૦ થી બપોરે ૩:૦૦ સુધી મહાયજ્ઞ સંપન્ન થશે, જેમાં અમદાવાદના દિક્ષીતકુમાર મુકેશભાઈ દેસાઈ યજમાન પદ સંભાળશે. મહાપ્રસાદનું વિતરણ બપોરે ૧૨:૦૦ થી સાંજે ૭:૦૦ સુધી કરવામાં આવશે અને રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય ડાકલાની રમઝટ બોલશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભવદીપભાઈ રાવળદેવ, નિલેશભાઈ રાવળદેવ અને કાળુભાઈ રાવળદેવ ધરવાળાવાળા દ્વારા ભજનની પ્રસ્તુતિ કરવામાં આવશે. નારણદાસ બાપુ અને કાળભૈરવ આશ્રમ ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમીઓને આ મહોત્સવમાં પધારીને ધર્મના આ કાર્યમાં સહભાગી થવા અને આશીર્વાદ મેળવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *