પોરબંદર
હેલા બેલી ગામે કોઈ અગમ્ય કારણોસર એક 18 વર્ષની યુવતીએ પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોમલ ડો ઓફ ભુપતભાઇ પ્રેમાભાઇ મકવાણા (ઉ.વ.૧૮ રહે.હેલાબેલી વાડી વિસ્તાર તા.કુતીયાણા) પોતે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળાફાસો ખાઇ મરણ ગયા બાબતની કોમલ ના પિતાએ પોલીસને જાણ કરી હતી જેને લઈને કુતિયાણા પીએસઆઇ કે એન ઠાકરીયા એ તપાસ હાથ ધરી છે.
રાણા વડવાળા નજીક ટ્રેક્ટર ની ટ્રોલી પલટી ખાઈ જતા બે મજૂર ઘાયલ: એકનું મોત
કુતિયાણા તાલુકાના કોટડા ગામના ટ્રેક્ટર ચાલક નિલેશ વરુ સામે રાણાવાવ પોલીસમાં ગુનો દાખલ
પોરબંદર
પોરબંદર જિલ્લામાં રાણાવાવ થી 10 કિલોમીટર દૂર રાણા વડવાળા ગામ નજીક એક ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ જતા બે વ્યક્તિઓને ભારે ઈજા થઈ છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરમણભાઇ રૈયાભાઇ મોરી (ઉ.વ. ૬૪ ધંધો – મજુરી રહે.આશાપુરા ચોક ધાસ ગોડઉન પાસે પોરબંદર)એ ટ્રેકટર નંબર- GJ25J-5964 ના ડ્રાઇવર નીલેષ દેવાણંદભાઇ વરૂ (રહે.કોટડાગામ તા.કુતિયાણા) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપીએ પોતાના કબ્જા હાવાલુ વાળુ ટ્રેકટર નંબર જીજે ૨૫ જે ૫૯૬૪ નુ ટ્રોલી સાથે મારોમાર અને પુરઝડપે માનવ જિંદગી જોખમાય તે રીતે બેદકારીથી લાવી ઓચીંતા બ્રેક મારી ટ્રેકટર ટ્રોલીને પલ્ટી ખવડાવી ટ્રોલીમાં બેઠેલ સાહેદ ટીલાભાઇ સુરાભાઇ ઉલવા તથા મભાઇ ગોગનાભઇ કોડીયાતરને શરીરે ઇજાઓ કરી તથા મરણ જનાર આલાભાઇ કરમણભાઇ મોરી (ઉ.વ ૩૨ રહે.પોરબંદર)ને શરીરે માથામાં તથા પગમાં ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્યું હતું. તા.૪/૧૨/૨૦૨૪ ના ૨૩/૩૦ વાગ્યાના અરસામા રાણાવાવથી ૧૦ કિ.મી દુર વડવાળા ગામ બાયપાસ હાઇવે રોડ પર બનેલી આ ઘટના અંગે રાણાવાવ પોલીસમાં બી.એન.એસ કલમ ૨૮૧,૧૦૬(૧),૧૨૫(એ) તથા એમ.વી.એકટ ક.૧૮૩, ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ વીડી વાઘેલાએ તપાસ હાથ ધરી છે.
બગવદર નજીક ટ્રેક્ટર સાથે બાઈક અથડાઈ જતા ચાલકનું મોત
બનાવમાં એક 15 વર્ષના બાળકને ઇજા: અકસ્માત સર્જનાર મરનાર મોટરસાયકલ ચાલક સામે ગુનો દાખલ
પોરબંદર
બગવદરથી 4 કિ.મી. દુર, ખાંભોદર ગામ થી રામવાવ જતા રસ્તે રોડ ઉપર નવા બનેલ સ્પીડ બ્રેકર પાસે રોડ ઉપર બનેલી બનેલી એક ઘટનામાં એક મધ્યપ્રદેશ વતની યુવક 15 વર્ષના એક બાળકને પોતાની મોટરસાયકલ પાછળ બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે તેની મોટરસાયકલ એક અજાણ્યા ટ્રેક્ટર પાછળ ઘુસી જતા 15 વર્ષના બાળકને ભારે ઈજા થઈ હતી જ્યારે મોટરસાયકલ યુવકનું પોતાનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું બનાવ અંગે ખુદ મરનાર સામે બગવદર પોલીસમાં ગુનો દાખલ થયો છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે થાવરીયા ઉર્ફે રામસિંગભાઇ કલ્લાભાઇ પરમાર (જાતે-ભીલ ઠાકુર ઉ.વ.૪૬, ધંધો-મજુરી રહે, હાલ- ખાંભોદર ગામ રામભાઇ ગોઢાણીયા ની વાડીએ તા.જી.પોરબંદર મુળ-ખેડાગામ તા.કુંદનપુર જી.જાંબવા મધ્યપ્રદેશ પીન- ૪૫૭૬૬૧)એ મરણ જનાર મોરસાઇકલ નં. MP-45- MK-5322નો ચાલક- રામ જોગડીયાભાઇ નીનામા (ઉ.વ.૧૫ રહે,ડુમપાડા ગામ તા.જી.જાંબવા મધ્યપ્રદેશ) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર મરણ જનારે પોતાના કબ્જા વાલા વાળી પ્લસર મોટરસાયકલ રજી.નં.MP-45-MK-5322 મારંમાર પુરઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી આગળ જતા અજાણ્યા ટ્રેકટર ની પાછળ ભટકાવી પાછળ બેઠેલ લાલુ થાવરીયા પરમાર (ઉ.વ.૧૫)ને શરીરે મુંઢ ઇજા તથા ડાબા હાથમા ફેક્ચરની ઇજા તેમજ પોતાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી પોતાનુ મોત નિપજાવી ગુનો કર્યા બાબત. તા.૧/૧૨/૨૦૨૪ ના ૧૯/૧૫ પહેલા કોઈપણ સમયે બગવદરથી 4 કિ.મી. દુર, ખાંભોદર ગામ થી રામવાવ જતા રસ્તે રોડ ઉપર નવા બનેલ સ્પીડ બ્રેકર પાસે રોડ ઉપર બનેલી આ ઘટના અંગે બગવદર પોલીસમાં ભારતિય ન્યાય સહિંતા-૨૦૨૩ ની કલમ- ૨૮૧,૧૦૬(૧),૧૨૫(એ) ,૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ- ૧૮૩,૧૮૪,૧૭૭,૩- ૧૮૧ મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ એએસ બારાએ તપાસ હાથ ધરી છે.
ન કરવાનું કર્યું/કહ્યું
પોરબંદરમાં મયુરે મહિલાને કહ્યું: “મારે તને જોવી છે”: પોલીસે પકડી લીધો
મહિલાને થપ્પડ મારી ગળું પકડી ન કરવાની હરકત કરનાર મયુર રાઠોડ સામે કમલાબાગ પોલીસમાં એફઆઇઆર
પોરબંદર
પોરબંદરમાં એક મહિલાને મારે તને જોવી છે તેમ કહી ઝાપટ મારી ગળું પકડી ન કરવાની હરકતો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મયુર રાઠોડ નામના એક શખ્સ સામે ગુનો દાખલ થયો છે. ઘટના છાયા રઘુવંશી ચાર રસ્તા પાસે બની છે અને પોલીસે આરોપી મયુર ને આબાદ ઝડપી લીધો છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે એક મહિલા ઠકરાર/શાહુ, (ઉ.વ.૩૨, ધંધો- ઘરકામરહે. છાંયા રઘુવંશી સોસાયટી,જલારામ મંદીર પાસે પોરબંદર )એ મયુર રાઠોડ (રહે. છાંયા અંબીકાનગર તા.૦૫/૧૨/૨૦૨૪ ના કલાક-૧૬/૩૦ વાગ્યે પોલીસેધોરણસર અટક કરેલ છે) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ આરોપીએ ફરીયાદી બહેનને તને ઘરે મુકી જાવ, મારે તને જોવી છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ,જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી, ગાલ ઉપર એક ઝાપટ મારી, ફરીયાદી બહેનનું ગળું પકડી રાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી, રઘુવંશી ચાર રસ્તાથી ફરીયાદીના ઘર સુધી ફરીયાદી બહેનનો મોટર સાયકલમાં પીછો કર્યો હતો.
તા.૫/૧૨/૨૦૨૪ના ૧૧/૧૫ વાગ્યાના અરસામાં છાંયા રઘુવંશી ચાર રસ્તા પાસે બનેલ આ બનાવ બાદ
કમલાબાગ પોલીસ સ્ટેશને બી.એન.એસ. કલમ ૭૮(૨), ૧૧૫(૨),૩૫૧(૩),૩૫૨ મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ જે એલ જાડેજા એ તપાસ હાથ ધરી છે.
કારીગરી
[[ આશાપુરા ચોક પાસે “કિશોર પ્રોવીજન સ્ટોર” નામની દુકાને બનેલી ઘટના ]]
પોરબંદરમાં શેઠને વાતોમાં પરોવી દુકાનને થડેથી પાકીટ તફડાવી જતી ત્રણ મહિલાઓ
પાકીટમાં 65,000 હતા: કિશોર શેઠને પછી ખબર પડી કે આમાં કારીગરી થઈ ગઈ: ઉદ્યોગનગર પોલીસમાં એફઆઇઆર ફડાવી
પોરબંદર
પોરબંદરમાં આશાપુરા ચોક પાસે આવેલ કિશોર પ્રોવિઝન સ્ટોર નામની એક દુકાનમાં પ્રવેશેલી ત્રણ કારીગર મહિલાઓએ પોતાની કારીગરી અજમાવીને દુકાનના ઠરે બેઠેલા શેઠનું રૂપિયા 65,000 ભરેલું પાકીટ તફડાવી લીધું હતું. મહિલાઓએ એવી કારીગરી કરી કે ત્રણમાંથી બે મહિલાઓ ભાવતાલ પૂછવાના નામે અને બહાને શેઠ કિશોરભાઈ રાજાનું ધ્યાન બીજે ત્રીજે દોડતી રહી અને એ દરમિયાન એક મહિલા શેઠની ખુરશીની નીચે ખડા પાસે રાખેલું રૂપિયા ભરેલું બ્લુ કલરનું પાકીટ તફડાવી ગઈ. કિશોર શેઠને તો પછી ખબર પડી કે આમાં કારીગરી થઈ ગઈ… હવે, પોલીસ ફરિયાદ તો કરી છે…
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કિશોરભાઈ ગોરધનદાસ રાજા, (ઉ.વ.૬૦, ધંધો.વેપાર, રહે. આશાપુરા મારૂતીનગર કિશોર પ્રોવીઝન સ્ટોર ઉપર પોરબંદર)એ અજાણી ત્રણ મહિલાઓ (નામ નમુદ નથી) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર અજાણી ત્રણ મહિલા આરોપીઓ ફરીયાદીની દુકાને આવેલ, જે પૈકી બે મહિલા આરોપીઓ ફરિયાદી સાથે ચીજવસ્તુના ભાવતાલ કરેલ અને એક અજાણી મહિલા ફરિયાદીની નજર ચુકવીને ફરિયાદીની ખુરશી નીચે થડા પાસે રાખેલ બ્લુ કલરનું પર્સ જેમાં રહેલ આશરે રોકડા રૂ.૬૫,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ અને ત્રણેય અજાણી મહિલા આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. તા.૫/૧૨/૨૦૨૪ના ૧/૧૫ થી ૧/૩૦ વાગ્યાના અરસામાં આશાપુરા ચોક પાસે “કિશોર પ્રોવીજન સ્ટોર” નામની દુકાને, પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૧), ૫૪ મુજબ ગુનો દાખલ થતા પીએસઆઇ એસ આર ચાવડાએ તપાસ હાથ ધરી છે.