Saturday June 21, 2025

She on the Sea

કાનૂન જ્ઞાનદાન

પોરબંદરની હીરાવંતી કંપનીમાં મહિલા સંબંધીત કાયદાઓનું જ્ઞાન પીરસતી પોલીસ

ડીવાયએસપી ઋતુ રાબાની રાહબરીમાં મહિલાઓએ કેવા સંજોગોમાં કયા કયા કાયદાઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું મહિલાઓને જ્ઞાન અપાયું

પોરબંદર
પોરબંદર સી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક / સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તા.૧૧/૧૨ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા હિરાવંતી કંપનીમાં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ જે POCSO વિશે પણ માહિતગાર કરેલ તેમજ મહિલા હેલ્પલાઇન 181 ની વિગતવાર માહિતી આપેલ બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે પણ માહિતગાર કરેલ અને હાલમાં સાયબર ક્રાઇમ થી થતાં ફ્રોડ બાબતે માહિતી આપેલ તથા હેલ્પલાઇન નંબર 181 અને 112 અને ઈમરજન્સી નંબર 100 વિશે પણ માહિતી આપેલી છે. આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે, પી.એસ.આઇ એન.કે. વાઘેલા, મહિલા જમાદાર યુ.પી.ખુમાણ તથા કોન્સ્ટેબલ પી.એન.બંધિયા, જમાદાર એસ.ડી.બગડા, એલઆર કે.બી.ગોઢાણીયા દ્વારા કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે શી ટીમ એ She ટીમ છે તેની તે સી (Sea) ટીમ નથી તેનું પોલીસને કેમ જ્ઞાન નથી અને દરેક જગ્યાએ સી ટીમ તરીકે જ ઉલ્લેખ કરે છે એવું શા માટે થાય છે? તેની તપાસ એસપીએ કોઈ સારા અધિકારીને સોંપવાની જરૂર છે તેમ વિશ્લેષકો માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top