પોરબંદર
પોરબંદર જિલ્લાના નવી બંદર મરીન પોલીસ વિસ્તારમાં તા.૧૫/૧૨/૨૦૨૪ના કલાક- ૧૯/૫૦ વાગ્યાના અરસામાં નરવાઇ મંદિર પાસે પેટ્રોલ પંપની સામે રોડ પર બનેલી એક ઘટનામાં પોલીસની બાઈકની હેડલાઇટ તૂટી ગઈ હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટના લખમણભાઇ ભનુભાઇ સાદીયા ડ્રાઇવર (પોલીસ કોન્સ. નોકરી- રાણાવાવ પોલીસ) જાહેર કરનાર પોલીસ કર્મચારી સરકારી બોલેરો પી-૧૦૦ નંબર જી.જે.૧૮ જી.બી.૫૮૯૦ નો લઇને રાણાવાવ પોલીસના દારુના ગુનાના આરોપીસહરેશ ઉર્ફે હીરીયો દેવાયતભાઇ રાઠોડ કોળી (રહે-ભડ)ને અટક કરેલ હોય જેમનો કબ્જો લેવા માટે આવતા હતા. તે દરમિયાન નરવાઇ મંદિર પાસે પેટોલ પંપની સામે આવતા રોજ આડુ ઉતરતા પોલીસની બાઈકની હેડલાઇટ તૂટી ગઈ હતી. આ અંગે જમાદાર ભુવા તપાસ ચલાવી રહ્યા છે.