ભાવનગર
શહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા તેમજ ચૂંટણી અધિકારી વંદનાબેન મકવાણા, સહાયક ચૂંટણી અધિકારી સુરેશભાઈ વસરા, સહ ચૂંટણી અધિકારી ગીરીશભાઈ શાહ તથા ટી. એમ. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મહાનગરના પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ વોર્ડના બુથ પ્રમુખોનું કંકુ અને ચોખાથી તિલક કરી અને પાર્ટીનો ખેસ પહેરાવી સન્માન પત્ર આપી સ્વાગત કરવામાં આવેલ. ઉક્ત કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રી નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલીયા, ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, સ્ટે. કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ન. પ્રા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરૂ મુખાણી, શહેર સંગઠનના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સદસ્યો, આઈ. ટી.એસ.એમ.ના હોદ્દેદારો તથા તમામ વોર્ડના બુથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.



