Saturday June 21, 2025

ગુજરાતની નવ નવી મહાનગરપાલિકાઓના કમિશનરોની પણ તત્કાલ નિમણૂક

ગાંધીનગર
ગુજરાત સરકારે નવા વર્ષે નવો ધડાકો કરવા માટે અગાઉથી ગજબ ની તૈયારી કરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 2025 ના પ્રથમ દિવસે જ તેની જાહેરાત કરવામાં આવી છે અને તેનો અમલ પણ તત્કાલ કરવાનો આદેશ જારી કરાયો છે એટલું જ નહીં તમામ નવી જાહેર થયેલી મહાનગરપાલિકાના કમિશનરની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને તમામ નવ કમિશનરોનું લીસ્ટ પણ જાહેર કરી દેવાયું છે. આ બાબત બતાવી રહી છે કે ગુજરાત સરકારે નવા વર્ષે નવો ધડાકો કરવા માટે અગાઉ કેટ કેટલી તૈયારીઓ કરી હશે. જોકે લાગુ પડતા લોકોને અગાઉથી જ ખબર હતી કે પોતપોતાનો જિલ્લો કઈ સ્થિતિમાં છે અને તેનું શહેર નવી જાહેરાત વખતે મહાનગરપાલિકા તરીકે જાહેર થાય છે પરંતુ ફક્ત એ લોકોને પણ એ ખબર નહોતી કે તેની સત્તાવાર જાહેરાત કઈ તારીખે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top