Headlines

ઓખામાં સીડી પરથી પટકાયેલા વૃદ્ધનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫

    ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા ભીમજીભાઈ નાથાભાઈ ધોકીયા નામના 68 વર્ષના પ્રજાપતિ વૃદ્ધ થોડા દિવસો પૂર્વે પોતાના ઘરની સીડી ઉપરથી પગ લપસી જતા તેઓ નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથામાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પિયુષભાઈ ભીમજીભાઈ ધોકિયાએ ઓખા મરીન પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *