Saturday June 21, 2025

શિવરાજપુર બીચ ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

14 દેશના અને બે રાજ્યના પતંગબાજોની પતંગો બની આકર્ષણનું કેન્દ્ર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

    ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે આજરોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
   શિવરાજપુર દરિયાકાંઠા વિસ્તારના બ્લુ ફ્લેગ બીચ ખાતે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટલી, પોલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ સહિત 14 દેશના અને 2 રાજ્યના પતંગબાજોની આકાશમાં ઊડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ આયોજનમાં દેશ-વિદેશના પતંગબાજો, ગ્રામજનો, મહેમાનો તથા અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.
      અહીં આવેલા વિદેશી મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનોએ પણ પતંગબાજો સાથે પતંગ ચગાવીને ઉત્સવની ઉજવણી કરી હતી. આ સાથે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top