Saturday June 21, 2025

ઘોઘામાં રો રો ચેકપોસ્ટ પર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 10.03 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજુલાના ટ્રક ડ્રાઇવર યાસીન કુરેશીની ધરપકડ કરતી ઘોઘા પોલીસ

ટ્રકના ઠાંઠામાં પ્લાસ્ટિકનો કચરો ભરીને જઈ રહેલો ડ્રાઇવર ગાડીની કેબિનમાં દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો

ભાવનગર
ઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ થયા પછી કેટલાક શખસો વિવિધ વસ્તુના પરિવહન સાથે તેનો દારૂની હેરાફેરી ના સલામત માર્ગ તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઘોઘા પોલીસ હવે ચોકન્ના થઈ ગઈ છે અને શક પડતા વાહનોની તલાસી લઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાનો યાસીન કુરેશી નામનો એક અશોક લેલેન્ડ ટ્રકનો ડ્રાઇવર ઇંગ્લિશ દારૂની 14 અને બિયરની 12 બોટલ (ટીન) સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક સહિત રૂ. 10.03 લાખના મુદ્દામાલ સાથે યાસીનની ધરપકડ પણ કરી હતી.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ સ્ટાફના માણસો ઘોઘા-કુડા ચોકડી પાસે ચેક પોસ્ટ ખાતે ઘોઘા રો-રો ફેરી સર્વીસના વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન ગત રોજ કલાક ૧૩/૩૦ વાગ્યે એક ટ્રક આવેલ જે ચેક કરતા ટ્રકની કેબીનમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બીટરનાં ટીન મળી આવેલ હોય ટ્રક ડ્રાઇવરનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ યાસીન સુભાન કુરેશી (ઉ.વ.૩૮ ધંધો.ડ્રાઇવીંગ રહે. હાલ રાજુલા, બસ-સ્ટેન્ડ પાસે તા.રાજુલા મુળ વિક્ટર, નેસડા, તા.રાજુલા જી.અમરેલી) જણાવેલ, મજકુર ઇસમના કબ્જા ભોગવટા વાળા ટ્રક ચેક કરતા ટ્રકની કેબીનમા એક પુઠાનુ બોક્સ પડેલ હોય જે પુંઠાનુ બોક્સ ચેક કરતા તેની અંદર ભારતીય બનાવટની પર-પ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો મળી આવેલ. ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૧૪ (કિં.રૂ.૨૩૦૦) તથા બીયર ટીન નંગ ૧૨ (કિ.રૂ.૧૨૦૦) અને આ ઇંગ્લીશ દારૂની હેર ફેરમાં ઉપયોગમાં લીધેલ ઉપરોક્ત ટ્રક GJ02Z 8481 કિ,રૂ,૧૦,૦૦,૦૦૦ તથા સદરહું ટ્રકમાં ભરેલ કચરાનુ બીલ જેની કિ.રૂ.૦૦ મળી કુલ કિં.રૂ.૧૦,૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઘોઘા પોલીસે યાસીન કુરેશીની ધરપકડ કરી હતી. તેની સામે પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)( એ),૧૧૬(બી),૯૮(૨) મુજબ એફઆઇઆર થઈ છે. આરોપી સામે ઘોઘા કોસ્ટેબલ જયપાલસિંહ જાડેજાએ સરકાર તરફે ફરિયાદી બની ગુનો નોંધાવતાં હેડ કોસ્ટેબલ ભગીરથસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top