Saturday June 21, 2025

દ્વારકામાં યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫

  દ્વારકા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે રાત્રિના સમયે બળજબરીપૂર્વક બાથરૂમમાં દુષ્કર્મ ગુજારવા સબબની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.
       આ અંગેની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા પંથકમાં રહેતી એક યુવતી ગઈકાલે ગુરુવારે તેણીના ઘરે હતી, ત્યારે વિપુલ દિનેશભાઈ બારાઈ નામના 41 વર્ષના શખ્સએ રાત્રિના આશરે 12:30 વાગ્યાના અરસામાં તેણી સાથે અડપલા કર્યા હતા.
    આ પછી આરોપી વિપુલ દ્વારા તેણીની છેડતી કરી અને આબરૂ લેવાના ઇરાદાથી તેણીના કપડા ઉતારી અને બળજબરીપૂર્વક બાવડું પકડીને બાથરૂમમાં લઈ ગયો હતો. આ પછી અહીં આરોપીએ તેણીની ઈચ્છા વિરુદ્ધ તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
     આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આરોપી વિપુલ દિનેશભાઈ બારાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top