Saturday June 21, 2025

ખંભાળિયામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૫

  ખંભાળિયામાં આવેલી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઇ હતી.
    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એ.બી. પાંડોરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની આ બેઠકમાં ધારાસભ્યના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો લેવાયા હતા. આ બેઠકમાં સિંચાઇ, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, રેલવે સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ યોગ્ય પ્રત્યુતર પાઠવવા સૂચના આપવામાં આવી હતી. નાગરિકની સમસ્યાઓને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનો આપ્યા હતા. સાથે જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યા, ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ સેફ્ટી, જમીન માપણી જેવા વિવિધ મુદ્દે વિગતવાર સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવા ઇન્ચાર્જ કલેકટર દ્વારા સૂચનો અપાયા હતા.
   આ બેઠકમાં ધારાસભ્ય હેમંત ખવા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોશી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ કલેકટર રિધ્ધિ રાજ્યગુરુ, પી.એસ. જાડેજા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top